Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારોને સાલ ૨૦૧૨નો રેકર્ડ તોડવા અપીલ કરતાં હરિ હીરપરા

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૨૯ :  જસદણ બેઠકમાં સૌથી વધુ મતદાન વર્ષ ૨૦૧૨માં ૮૦.૬ર ટકા નોંધાયું હતું તેનો રેકોર્ડ તોડવા શહેરના સામાજિક યુવા કાર્યકર હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જસદણ વીંછિયા પંથકના નાગરિક મતદારોને અપીલ કરી છે.

જસદણ વિધાનસભા બેઠકની ૧૯૬૨ની પ્રથમ ચૂંટણીમાં ૪૦.૭૯ ટકા, ૧૯૬૭ ની ચૂંટણીમાં ૫૬.૮૧ ટકા, ૧૯૭૨ની ચૂંટણીમાં ૪૮.૯૪ ટકા, ૧૯૭૫ની ચૂંટણીમાં ૭૦.૫૫ ટકા, ૧૯૮૦ ની ચૂંટણીમાં પર.૯૦ ટકા, ૧૯૮૫ ની ચૂંટણીમાં ૫૦.૯૮ ટકા, ૧૯૯૦ની ચૂંટણીમાં ૫૦.૦૫ ટકા, ૧૯૯૫ ની ચૂંટણીમાં ૬૫.૪૩ ટકા, ૧૯૯૮ની ચૂંટણીમાં ૬૧.૧૦ ટકા, ૨૦૦૨ની ચૂંટણીમાં ૭૭.૫૭ ટકા, ૨૦૦૭ની ચૂંટણીમાં ૬૪.૨૧ ટકા, ૨૦૦૯ ની પેટા ચૂંટણીમાં ૬૯. ૮૭ ટકા,૨૦૧૨ની ચૂંટણીમાં ૮૦.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૨ની ચૂંટણીમાં યોજાયેલ મતદાન ૮૦. ૬ર ટકાએ જસદણ બેઠકના ઇતિહાસનું સૌથી વધુ મતદાન હતું. એટલું જ નહીં સમગ્ર રાજયમાં પ્રથમ રાઉન્ડની ચૂંટણીમાં બીજા નંબરનું મતદાન હતું. હવે અત્યારની ચૂંટણીમાં જસદણ બેઠકમાં કેટલું મતદાન થાય છે તેના ઉપર લોકોની નજર છે.

(12:12 pm IST)