Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઉના : અજાણ્યા વાહનની ઠોકરે બાઇકસ્વાર યુવાનનું મૃત્યુ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૯:  ગીર ગઢડા તાલુકાના ખીલાવડ-ઇટવાયા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ ચાલક ધનજીભાઇ ઝાલાવડીયાને ટક્કર મારી પછાડી દેતા ઇજા થતા ધનજીભાઇનું મૃત્યુ થયેલ છે.

ગીર ગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામના ધનજીભાઇ જાદવભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૪૦) ગીરગઢડા ગામે તેમના  કુટુંબીજનને ત્યાં લગ્નપ્રસંગે ગયા હતા અને પરત સાંજે પોતાના ગામે આવતા હતા ત્યારે ઇટવાયા-ખીલાવડ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલ ચાલકને પાછળથી ઠોકર મારતા રોડ ઉપર પડી ગયા હતા.

અકસ્માત બાદ આજુ બાજુના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઉના સારવાર માટે ખસેડતા ફરજ ઉપરના ડોકટરે માથામાં ગંભીર ઇજા થવાથી ધનજીભાઇ ઝાલાવડીયાનું મોત થયાનું જાહેર કરેલ છે.  

(12:21 pm IST)