Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ધાંગધ્રામાં ટ્રક ચાલકે હડફેટે લેતા સાયકલ સવારનું મોત

 વઢવાણ : સુત્રોના આધારે મળતી માહિતી મુજબ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ પૂર્ણ કરી ઘરે જવા નીકળતા હતા તે સમયે ટ્રકે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પાસે સાયકલ સવાર ને હડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું ઘટના બનતા જ ટ્રક ડ્રાઇવર ટ્રક છોડી નાસી છૂટ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો પોલીસે લાશનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(12:19 pm IST)