Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જૂનાગઢના બે રીક્ષા ચાલકના મોત પોઈઝનના કારણે થયાઃ રાજકુમાર પાંડીયન

બંન્ને મળતકોમાં મિથોનલ મળેલ નથી- સીઆઈડી ક્રાઈમ એડિશનલ ડીજીની મિડીયા સમક્ષ સ્‍પષ્ટતા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૯: જૂનાગઢના બે રીક્ષા ચાલકના મોત પોઈઝનના કારણે થયા હોવાનું અને બંન્ને મળતકોના શરિરમાંથી મિથોનલ નહી પરંતુ એથેનોલ મળેલ હોવાનું સીઆઈડી ક્રાઈમ રેલ્‍વેના એડિ‘લ ડીજી રાજકુમાર પાંડિયને આજે સવારે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ.

જૂનાગઢ શહેરના ગાંધી ચોક ખાતે ગત રાત્રે બે રીક્ષા ચાલકના શંકાસ્‍પદ મળત્‍યુ થતા ખળભળાટ સાથે સનસનાટી મચી ગઈ હતી.

આ મામલે આજે સવારે સીઆઈડી ક્રાઈમ રેલ્‍વેના એડિ‘લ ડીજી રાજકુમાર પાંડિયન જૂનાગઢ ખાતે દોડી આવ્‍યા હતા અને આઈજી કચેરી ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. તેઓએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે, સોમવારની સાંજે ૭-૩૦ થી ૭-૪૫ના અરસામાં બે ઓટો રીક્ષા ચાલક રફીક ઘોઘારી અને ભરત છગન શંકાસ્‍પદ રીતે દારૂ પીધેલી હાલતમાં મળત્‍યુ પામેલા મળી આવ્‍યા હતા. આથી બંન્નેને તાત્‍કાલીક સિવીલ હોસ્‍પિટલમાં ખાસેડવામાં આવેલ.

શ્રી રાજકુમાર પાંડીયને વધુમાં જણાવ્‍યુ હતુ કે, બંન્ને મળતકોના તાત્‍કાલીક પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવેલ અને એફએસએલ રિપોર્ટ પણ મેળવવામાં આવેલ જેમાં બંન્નેના શરીરમાંથી મિથોનલ નહી પરંતુ એથોનલ મળી આવેલ આમ બંન્નેના મોત ઝેરી દારૂ એટલે કે લઠ્ઠાને કારણે નહીં પરંતુ પોઈઝનના કારણે થયા હોવાનું સ્‍પષ્ટ થયુ હતુ.

તેઓએ વધુમાં જણાવે કે, પોલીસ આ મામલે જુદી-જુદી રીતે તપાસ કરી રહી છે બંન્ને મરનાર રીક્ષા ચાલકોના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ પણ મેળવવામાં આવી રહી છે. ઉપરાંત સ્‍થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેઝ મેળવીને તપાસ આગળ વધાવવામાં આવી રહી છે. એટલુ જ નહીં બંન્ને મળતકો તેમના મળત્‍યુ અગાઉ કોને કોને મળ્‍યા હતા અને ઝેરી પ્રવાહી કયાંથી મેળવેલ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મિડીયા સાથેની વાતચીત દરમ્‍યાન આઈજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ

(1:10 pm IST)