Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વિસાવદર-ભેંસાણની બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્‍ચે તિવ્ર રસાકસીભર્યો ચૂંટણી જંગ

કોણ જીતશે..? કોણ કોના મત કાપશે..? કોણ નિકટના પ્રતિસ્‍પર્ધી રહેશે..? કેટલુ મતદાન થશે..? ગામડાઓનો ઝુકાવ કોના તરફી રહેશે..? તરેહતરેહની ચર્ચા : અવનવા તર્કવિતર્કઃ શિયાળાની કાતિલ ઠંડીમા રાજકીય ગરમાવો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : સમગ્ર ગુજરાતમા રાજકીય દ્રષ્ટીએ ધ્‍યાનાકર્ષક ગણાતી વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિપાંખિયો રસાકસીભર્યો ચૂંટણી જંગ જામ્‍યો છે.ત્રણેય ઉમેદવારોની-પક્ષની પ્રતિષ્‍ઠા દાવ પર છે ત્‍યારે એડીચોટીનુ જોર લગાવાઈ રહ્યુ છે.મતદાન આડે એક દિઁરહ્યો છે ત્‍યારે ડોર ટુ ડોર મતદાતાઓનો સંપર્ક કરાઈ રહ્યો છે.ચૂંટણી અંતિમ પડાવ સુધી પહોંચી છે,પરંતુ આ બેઠકની વાસ્‍તવિક સ્‍થિતનો હજુ સુધી ચોક્કસ કયાસ કાઢી શકાતો નથી.આ બેઠક પર ભર્યા નાળિયેર જેવી સ્‍થિતિ હોવાનુ અને તિવ્ર રસાકસીની વાતો ચોરે ને ચૌટે ચર્ચાઈ રહી છે.જો કે,દરેક ઉમેદવારો-પક્ષ જીતના દાવા કરી રહ્યા છે,પણ સૌના જીવ ઉચ્‍ચક હોવાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે.

વિસાવદર-ભેસાણ-જૂનાગઢ આમ ત્રણ તાલુકા સમાવિષ્ટ આ બેઠકમા કયા તાલુકામાથી કોને કેટલા મત મળશે..? કોણ કોના મત કાપશે..? કોણ જીતશે..? કોણ નિકટનુ હરીફ રહેશે..? ગામડાઓની રૂખ કોના તરફી રહેશે..? ઉચુ મતદાન થશે કે,મતદારો નિરસતા દાખવશે..? ઉચુ મતદાન થાય તો કોના તરફી..? સહિતના અનેકવિધ મુદ્દે લોકોમા તરેહતરેહની ચર્ચા અને અવનવા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ બેઠક પર ભાજપના ઉમેદવાર   હર્ષદભાઈ રિબડીયા અગાઉ સતત બે વખત કોંગ્રેસના ધારાસભ્‍ય રહી ચૂકયા છે.આ વખતે કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયા ૧૯૯૫મા તાલુકા પંચાયતના સદસ્‍ય તરીકે રાજકીયક્ષેત્રે પ્રવેશી વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમના ધર્મપત્‍નિ શ્રીમતિ ચંદ્રિકાબેન વાડદોરીયા છેલ્લી બે ટર્મથી જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્‍ય છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ભુપેન્‍દ્રભાઈ ભાયાણી ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂકયા છે.

આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી-અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારો મેદાનમા છે.

વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠકમા કુલ મતદારો : ૨૫૯૨૨૪ છે.જેમા પુરૂષ મતદારો : ૧૩૫૧૨૪,સ્ત્રી મતદારો : ૧૨૪૦૯૭ તથા અન્‍ય મતદારો : ૩ છે.

વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર વિસ્‍તાર-વસ્‍તી-ક્ષેત્રફળની દ્રષ્ટીએ વિશાળ છે.આ વિધાનસભા મતક્ષેત્રમા વિસાવદર તાલુકાના ૮૧, ભેસાણ તાલુકાના ૪૨, જૂનાગઢ તાલુકાના ૪૧ મળી કુલ : ૧૬૪ ગામોનો સમાવેશ થાય છે.આ મતક્ષેત્રમા નગર પાલિકા-૧, જિલ્લા પંચાયતની બેઠકો-૮, તાલુકા પંચાયતની બેઠકો-૪૭નો સમાવેશ થાય છે.વિસાવદર વિધાનસભાના ઉમેદવારોએ વિસાવદર-ભેસાણ-જૂનાગઢ આમ ત્રણ તાલુકાના ગામડે ગામડે ચૂંટણી -ચાર કરવો પડે છે.નેટવર્ક ગોઠવવુ પડે છે અને ચૂંટાયા બાદ આ વિશાળ મતક્ષેત્રના -તિનિધિત્‍વ કરવાનો લ્‍હાવો મળે છે.

વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર કુલ-૧૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા.જે પૈકી ૭ ઉમેદવારીપત્રો માન્‍ય રહ્યા હતા.જેમાં (૧) કરશનભાઈ નારણભાઈ વાડદોરીયા-વિસાવદર-ઈન્‍ડીયન નેશનલ કોંગ્રેસ (૨) વાઘેલા મનસુખભાઈ નાથાભાઈ-ભેસાણ-બહુજન સમાજ પાર્ટી (૩) હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયા-વિસાવદર-ભારતીય જનતા પાર્ટી (૪) ભૂપેન્‍દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી-ભેસાણ-આમ આદમી પાર્ટી (૫) ઈકબાલભાઈ હબીબભાઈ શમા-બિલખા-અપક્ષ (૬) હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા-પ્રેમપરા-અપક્ષ (૭) હિરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-વિસાવદર-અપક્ષનો સમાવેશ થતો હતો. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે આ સાત ઉમેદવાર પૈકી (૧) હિતેશભાઈ -ેપ્રેમજીભાઈ વઘાસીયા-અપક્ષ-પ્રેમપરા (૨) હીરપરા સિદ્ધાર્થ ભરતભાઈ-અપક્ષ-વિસાવદરએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લેતા કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી-બહુજન સમાજ પક્ષ તથા અપક્ષ સહિત પાંચ ઉમેદવારો મેદાનમા છે.

(1:10 pm IST)