Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કેશોદઃ સત્‌ આયુનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત કરનાર ફાગળીના સ્‍વ. જાહબાઇબાવાળા નવાંગતુકો માટે સાક્ષાત અન્‍નપૂર્ણા હતા

રાજાશાહીથી પ્રવર્તમાન લોકશાહી યુગના અગિયાર દશકાની દેશ-દુનિયાની સારી નરસી ઘટનાના સાક્ષીઃ પ૦ સભ્‍યના પરિવારની પાંચ પેઢીનું સાનિધ્‍ય

ઉદ્યોગપતિ દડુભાઇ, વાસુરભાઇ, બાધુભાઇ, રાવતભાઇ વાળાના માતુશ્રી ૧૦પ વર્ષના દિર્ધાયુ બાદ અનંતની યાત્રાએ નિકળતા સબંધીતોએ તેઓના પ્રેરણાદાયી સંસ્‍મરણો કર્યા તાજાઃ અન્‍યોને મદદરૂપ બનવું, આંગણે આવેલ ભુખ્‍યાને રોટલો આપવો એજ તેઓનો જીવન મંત્ર

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.ર૯ : રાજાશાહીથી પ્રવર્તમાન લોકશાહી પુયના અગિયાર દશકાની દેશ-દુનિયાની સારી નરસી ઘટનાઓના સાક્ષી એવા ‘સત્‌ આયુ'નું સૌભાગ્‍ય પ્રાપ્‍ત કરનાર કેશોદ તાલુાકના ફાગળી ગામના સ્‍વ. જાહબાઇબા વાળા નવાંગતુકો માટે સાક્ષાત અન્નપૂર્ણા સમાન હતા વૈભવ અને સમૃધ્‍ધી વચ્‍ચે પણ તેઓનું સાદી સભર જીવન અન્‍યો માટે પ્રેરણારૂપ છે.

મુકલોક સેવા સ્‍વ. ગોડદભાઇ દાનભાઇ વાળાના ધર્મપત્‍ની જાહબાઇબેન તેઓ કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ (રવિરાજ સ્‍ટોન ક્રશરવાળા) દડુભાઇ વાળા, વાસુરભાઇ વાળા, બાઘુભાઇ વાળા તથા રાવતભાઇ વાળાના માતુશ્રી તાજેતરમાં ૧૦પ વર્ષના દિધાર્યુ બાદ અનંતની યાત્રાએ સિધાવતા ગ્રામ્‍ય સબંધીઓએ તેઓના પ્રેરણાદાયી સંસ્‍મરણો તાજા કરતા જણાવેલ હતું કે, જરૂરીયાત મંદોને મદદરૂપ બનવું તથા આંગણે આવેલ ભુખ્‍યાને રોટલો આપવો એજ તેઓનો જીવન મંત્ર હતો. સુખી સંપન્‍ન અને સમૃધ્‍ધ પરિવાર હોવા છતા પણ તેઓને કયારેય અહું સ્‍પેર્શેલ ન હતો. જીવનના અંતિમશ્વાસ સુધી સાદગીસભર જીવન જીવ્‍યા.

ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલ નાના એવા ફાગળી ગામમાં ગોદડબાપુનં ખોરડુ આતિથ્‍થ સ્‍તકારની ભાવના કારણે રોટલાએ મોટુ ગણાય વાળા પરિવારના આંગણે કોઇપણ અતિથિ આવે તો જાહબાઇ બા તેઓને જમાડીયા વિના ઘરેથી નિકળવા ન દેય પરિવારના સગા, સબંધી મિત્રો જયારે કેશોદ ખાતે હટાણું કરવા અથવા હોસ્‍પીટલ ના કે અન્‍ય કોઇપણ કામે આવે ત્‍યારે તેઓ જાહબાઇબા અને ગોદડબાપુના આશિર્વાદ મેળવવા ફાગળી મુકામે અચુક આવે ત્‍યારે હંમેશા નવાંગતુકને હુસતામુખે આવકારી આગ્રહપૂર્વક તેઓને જમવા માટે રોકી દેતા અને ભાવ પૂર્વક જમાડયા બાદજ તેઓને વિદાય આપતા અને આ અતિથ્‍ય સત્‍કાર ભાવના તેઓના જીવનના અંતિમશ્વાસ સુધી જોવા મળેલ.

તેઓએ જીવનના લગભગ નવદશકા જેવો સમય ફાગળી ગામમાંજ વિતાવેલ હોઇ વતન રપ્રત્‍યે  તેઓને અનેરો લગાવ હતો. તેઓ ગામની બહેનોને કોઇપણ કામની જરૂરત હોઇ તો હંમેશા તેઓ મદદરૂપ બનતા એક મુક લોક સેવકની જેમ સ્‍વ. ગોદડબાપુ પણ જરૂરતમંદ લોકોની તન, મન, ધનથી મદદ કરતા. સામાજીક કે અન્‍ય કોઇપણ પ્રશ્ન હોઇ ત્‍યારે પ્રશ્નના નિરાકરણ માટે લોકો ગોદડબાપુ પાસે દોડીને આવતા અને ત્‍યારે તેઓ તટસ્‍થ રીતે પ્રશ્નનો ઉકેલ લાવી આપતાફ

જાહબાઇબાના જયેષ્‍ઠ પુત્ર દડુભાઇ તથા બાઘુભાઇ વાળાએ જણાવેલ હતું કે, અમારા માતુશ્રીએ ભાર ેસંઘર્ષ કરીને પરિવારનો ઉછેર કરેલ છે. તેઓ ખેતી કામમાં પણ મદદરૂપ બનતો સાથે ગાય, ભેંસ, બળદની સંભાળ પણ પોતેજ રાખતા અમારા પૂ. બા અને પૂ.બાપુએ હંમેશા કામ અને મહેનતનેજ પ્રાધાન્‍ય આપેલ છે. અમારી પ્રગતી તેઓના આશિર્વાદને આભારી છે.

ર્યની વાત તો એ છે કે, પ૦ સભ્‍યના પરિવારની પાંચ પેઢીના સાનિધ્‍યનું સદ્દભાગ્‍ય પ્રાપ્‍ત કરનાર જાહબાઇબાએ એક સદીના જીવનમાં કયારેય નથી જોયું હોસ્‍પીટલનું બિછાનું કે નથી ખાધી દવા તેઓના પરિવારીક સુત્રોના  જણાવ્‍યા મુજબ ઉંમરના કારણે છેલ્લા છ માસથી થોડી શારીરીક અશકિત આવી ગયેલ પરંતુ છેલ્લે સુધી કોઇપણ પ્રકાની બીમારી ન હતી. છેલ્લા શ્વાસ સુધી તેઓ બધાને ઓળખી શકતા હતા, બોલી શકતા હતા અને સાંભળી પણ શકતા હતા.

તેઓના દુઃખદ અવસાનથી ફાગળી ગામમાં શોકની લાગણી પ્રવર્તેલ છે. લગભગ સાડાનવ દશકાની જીવન સફર બાદ સને ર૦૦૬માં ગોદડબાપુએ વિદાય લીધાના ૧૬ વર્ષ બાદ જાહબાઇબા પણ તેઓના પગલે ચાલી નિકળતા વાળા પરિવાર સહીત સ્‍નેહી, શુભચિંતકોને તેઓની ખોટ હંમેશા વર્તાશે.

(1:11 pm IST)