Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અમરેલીમાં અનેરી રાજકીય એકતાઃ ભાજપ કાર્યાલયે પરેશ ધાનાણીની મુલાકાત

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પુરી તાકાતથી સામસામે લડે છે. અમરેલીમાં બન્‍ને પક્ષ વચ્‍ચે તંદુરસ્‍ત લડાઇ છે. ભાજપનું ચૂંટણી કાર્યાલય લીલીયા રોડ પર આવેલુ છે. કોંગ્રેસના ધારાસભ્‍ય અને ઉમેદવાર પરેશ ધાનાણી ત્‍યાંથી પસાર થતા ભાજપના નેતાઓ પરસોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, ગોરધન ઝડફિયા, અશ્વિન સાવલિયા વગેરેએ તેમને આવકારી આતિથ્‍ય સત્‍કાર કરેલ. કાર્યાલયમાં ચા-પાણી પીતા-પીતા હળવા મુડમાં નિખાલસ ચર્ચા કરેલ. લોકશાહીમાં વ્‍યકિતગત કડવાશથી દૂર રહી મુદ્દા આધારિત રાજનીતિ કરવી જોઇએ.તેવી પ્રેરણા બંને પક્ષે આપી હતી. ભાજપના આગેવાનો આ ઘટનાને અનાયાસે થયેલ મુલાકાત ગણાવે છે. કેટલાક કાર્યકરો અને ફિલ્‍મ પંકિત યાદ કરી રહ્યા છે. દિલ કો દિલ કે કરીબ લાના હૈ, યહ મુલાકાત એક બહાના હૈ....

(1:11 pm IST)