Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સાવરકુંડલામાં ગોરધનભાઇ ઝડફીયાના કોંગ્રેસ ઉપર પ્રહાર

સાવરકુંડલાઃ સાવરકુંડલા - લીલીયા બેઠક અંકે કરવા ભાજપ દ્વારા દેવળા ગેઇટ ખાતે ગોરધનભાઇ જડફીયાની સભાનું  આયોજન થયુ હતું. પૂર્વ ગૃહમંત્રીએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકામો અને સમગ્ર રાજયમાં શાંતિ અને સલામતીનું વાતાવરણની ચર્ચા કરી ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. જાહેરસભામાં સાંસદ કાછડીયા - પૂર્વ કૃષીમંત્રી વી.વી.વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી - ભાજપ અગ્રણીઓ કમલેસ કાનાણી - સુરેશ પાનસૂરીયા સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.(તસ્વીર-અહેવાલઃ દિપક પાંધીઃ સાવરકુંડલા)

(2:34 pm IST)