Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોરબીમાં ગાંજાનું વેચાણ કરતા ત્રણ શખ્‍સો પકડાયા : એસઓજીનો દરોડો

૬ કિલો ગાંજો સહિત ૭૬ હજારનો મુદામાલ કબજે : અમીત, વિનોદરાય અને વિવેકની ધરપકડ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨૯ : મોરબીમાં એસ.ઓ.જી. પોલીસની સતર્કતાને પગલે રહેણાંક મકાનમાં ગાંજાના જથ્‍થા સાથે ૩ ઇસમો ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભા  ચૂંટણી અન્‍વયે એસઓજીના પો.હેડ.કોન્‍સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્‍સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે લાલપર ખાતે આવેલા અજંતા એપાર્ટમેન્‍ટમાં ૩ ઇસમો ગાંજાનું વેચાણ કરે છે.

જેને પગલે એસ.ઓ.જી.પોલીસે મોરબી-વાંકાનેર ને.હા લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્‍ટ બી બ્‍લોક નં-૧૦૧માં દરોડા પાડયા હતા. જ્‍યાં આરોપી અમીત શ્રીશીશુ તીવારી, વિનોદરાય મનોજરાય યાદવ અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાના જથ્‍થા સાથે મળી આવ્‍યા હતા. જેથી એસ.ઓ.જી. પોલીસે માદક પદાર્થ ગાંજોનો જથ્‍થો ૬ કિલો ૧૨૧ ગ્રામ કિ.રૂ. ૬૧,૨૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૫૦૦/- સાથે મળી કુલ કિંમત રૂપીયા રૂ.૭૬,૭૧૦નો મુદામાલ કબજે કર્યો હતો. અને તમામ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એમ.પી.પંડ્‍યા, ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી. મોરબી,  પો.સબ ઇન્‍સ. એમ.એસ.અંસારી, એસ.ઓ.જી., મોરબી તથા એ.એસ.આઇ રણજીતભાઇ રામભાઇ બાવડા,  પોલીસ હેડ કોન્‍સ. રસીકકુમાર ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, જુવાનસિંહ  રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, પોલીસ કોન્‍સ્‍ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીયાત્રા,  કમલેશભાઇ ખાંભલીયા,  અંકુરભાઇ ચાચુ, અશ્વિનભાઇ  લોખિલ વગેરે જોડાયેલ હતા.

(1:17 pm IST)