Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પોરબંદરના આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ પ્રફુલ દત્તાણીની ‘પાસા' તળે ધરપકડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. ખંડણી માંગવા સહિત અનેક ગુન્‍હાઓ જેની સામે નોંધાયા છે. તે આરટીઆઇ એકવીસ્‍ટ પ્રફુલ ભગવાનજીભાઇ દત્તાણીની ‘પાસા' તળે પોલીસે ધરપકડ કરીને સુરત જેલ હવાલે મોકલી આપેલ છે.

જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી માથાભારે ઇસમો વિરૂધ્‍ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્‍વામી પોરબંદર શહેર નાઓના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં કલમ ૪પર, ૪૪ર, ૧૮૬, ૧૮૯, પ૦૬ (ર), પ૦૪ મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી પ્રફુલભાઇ વાળા ભગવાનજીભાઇ દતાણી ઉ.૪ર, રહે, વાળા વિરૂધ્‍ધમાં કમલાબાગ પીએસઆઇ કે. એન. ઠાકરયા નાઓએ પાસા દરખાસ્‍ત તૈયાર કર જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્‍ટ્રેટ અશોક શર્મા દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત, જેલમાં અટકાયતમાં રહેવા પાસ, વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલસીબી પીઆઇ એચ. કે. શ્રીમાળીએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી મધ્‍યસ્‍થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

આરટીઆઇ એકટીવીસ્‍ટ પ્રફુલ દત્તાણીનો પાસા તળે અટકાયત કરવાની કામગીરીમાં અધિકારી-કર્મચારી પોરબંદર એલસીબી પીઆઇ એચ. કે. શ્રીમાળી, કમલાબાગ પીએસઆઇ કે. એન. ઠાકરીયા એએસઆઇ જગમાલભાઇ વરૂ, મહિલા હેડ કો. રૂપલબેન લખધીરનાઓ રોકાયેલ હતાં.

(1:17 pm IST)