Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દ્વારકા વિધાનસભામાં ૨,૯૧,૫૬૧ મતદારોના મતદાન માટે તંત્ર તૈયાર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠક માટે જિલ્લા કલેકટર એમ.એ. પંડયા તથા જિલ્લા મદદનીશ ચૂંટણી અધિકારી આસ્‍થા ડાંગરના માર્ગદર્શન હેઠળ દ્વારકા વિભાનસભાના ચૂંટણી અધિકારી ડે. કલેકટર પાર્થ તલસાણીયા દ્વારકા, કલ્‍યાણપુર તાલુકાના તમામ બુથો માટે વ્‍યવસ્‍થા કરાઇ છે.

દ્વારકા તથા કલ્‍યાણપુર તાલુકામાં કુલ મતદાન બુથો ૩૧૭ છે તથા મતદાન સ્‍થળો ૧૯૪ છે તથા દ્વારકા બેઠક પર સાતસ્ત્રીઓ સંચાલિત સખી મતદાન મથકો એક આદર્શ મતદાન મથક,  ઇકોફ્રેન્‍ડલી મથક તથા એક યુવહ સંચાલિત મતદાન મથક છે.  દ્વારકા બેઠક પર ૧૫૦૩૯૫ પુરૂષ મતદારો તથા ૧૪૭૧૫૯સ્ત્રી મતદારો છે તથા ૪૮૦૪ દિવ્‍યાંગ મતદારો છે. ચૂંટણી અધિકારી પાર્થ તલસાણીયા તથા મદદનીશ ચૂંટણી મામલતદાર દક્ષાબેન રીંડાણી તથા વી.આર. વરૂ દ્વારા તમામ સ્‍ટાફને ત્રણ વખત તાલીમ પણ અપાઇ છે. તથા ૩૦/૧૧ના મતદાનના આગલા દિવસે જ તમામ સ્‍ટાફ મતદાન મથક પર પહોંચીજનો તથા ૩૯ ઝોનલ અધિકારી, ૩૧૭ બી.એલ.ઓ. તથા ૩૧૭ મતદાન મથક અધિકારી પણ નીમાયા છે.

૫૦ % બુથોનું વેબ કાસ્‍ટીંગ

રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા દ્વારકા બેઠકના ૫૦% મતદાન બુથોનું વેબ કાસ્‍ટીંગ કરવા વ્‍યવસ્‍થા રખાઇ છે ગાંધીનગર બેઠા બેઠા આ તમામ બુથોનું લાઇવ નિરીક્ષણ ચાલુ મતદાનમાં થઇ શકશે.

(1:23 pm IST)