Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વાંસજાળીયાનાં યુવાનને બાંટવા પાસે બોલાવી સાત શખ્સોનો કાર પૂર હૂમલો

મિત્રને આપેલા રૂપિયા કઢાવવા માટે તરકર

(વિનુ જોશી) જૂનાગઢ તા. ર૯ :.. જામજોધપુર પાસેનાં વાંસજાળીયા ગામનાં ર૮ વર્ષીય રમેશ બધાભાઇ મોરીને જૂનાગઢ જિલ્લાનાં બાંટવા પાસે બોલાવી સાત શખ્સોએ તેની કાર ઉપર હૂમલો કર્યો હતો.

માણાવદરનાં શ્યામ ભુસાભાઇ મેતાએ રમેશ મોરીનાં મિત્રને નાણા ઉછીના આપ્યા હતા સાથે સાથે રમેશને ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરીને નાણા કઢાવી આપવાનું કહેલ પરંતુ રમેશે ના પાડતા  તેને માણાવદર બાજૂ બોલાવ્યો હતો.

આથી રમેશ મોરી તેની કારમાં જઇ રહેલ ત્યારે બાંટવા પાસેનાં રફાળા-દડવા ફાટક નજીક શ્યામ મેતા અને અજાણ્યા છ શખ્સોએ પાઇપ-ધોકા વડે રોડ ઉપર ઉભીને કાર ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે રૂા. ૧૦ હજારનું નુકશાન થયુ હતું.

આ અંગેની ફરીયાદનાં આધારે બાંટવાના પીએસઆઇ જે. એચ. કછોટે તપાસ હાથ ધરી છે.

(1:29 pm IST)