Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કોંગી ઉમેદવાર બીપેન્‍દ્રસિંહ જાડેજા મારા નાનાભાઈ જે રાજપુત સમાજના ખાસ વ્‍યકિત છે

રીવાબાના સસરા અનિરૂધ્‍ધસિંહ જાડેજાનો કોંગ્રેસને જીતાડવા પ્રચાર

રાજકોટઃ જામનગરની ૭૮ ઉત્તર વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના ધર્મપત્‍ની રીવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે. જ્‍યારે કોંગ્રેસમાંથી જામનગર ચેમ્‍બર્સ ઓફ કોમર્સના -મુખ બિપેન્‍દ્રસિંહ જાડેજા ચૂંટણી મેદાને ઉતર્યા છે. ત્‍યારે રવિન્‍દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્‍દ્રસિંહ જાડેજાને વિજય બનાવવા રાજપૂત સમાજને અપીલ કરી છે. જેને લઈ જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે.

એક તરફ જામનગરની ઉત્તર વિધાનસભા બેઠક પર રિવાબાને જીતાડવા રવીન્‍દ્ર જાડેજા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ઠેર-ઠેર રોડ શો કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. તો બીજી તરફ રવિન્‍દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપિલ કરી છે. રવિન્‍દ્ર જાડેજાની બહેન પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહી છે.

રવિન્‍દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયો દ્વારા જણાવ્‍યું કે, હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં જામનગરના ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર બીપેન્‍દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર એવા મારા નાના ભાઈ જે રાજપુત સમાજના ખાસ વ્‍યક્‍તિ છે તેઓને વિજય બનાવવા મારી નમ્ર વિનંતી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનને હવે બે દિવસનો સમય છે. ત્‍યારે ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના પિતાએ ભાજપના ઉમેદવાર રિવાબાના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપિલ કરી છે. જેને લઈ રાજકારણ હાલ ગરમાયું છે.

(3:33 pm IST)