Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો

ધોકા અને પાઇપથી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાનામાં નાસભાગ

  65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ લુખા તત્વોએ સાંજના ચાર થી 4:30 ની વચ્ચે આવી બેસુમાર પથ્થર મારો અને અને ધોકા અને પાઇપથી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાનામાં નાસભાગ મચી ગઈ હતી હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક  મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા  આમ  ચૂંટણીના મતદાનને આડે બે દિવસ રહિયા છે ત્યારે ભય ફેલાવવાના ઇરાદે  આ હુમલો થયો હોય તેવું દેખાય છે. બનાવના પગલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાયાનું જાણવા મળ્યું છે

(7:09 pm IST)