Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી: સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની બાળ પ્રતિભા શોધમાં રાજ્યકક્ષા માટે પસંદગી સતત બાળકોનીઓ પ્રતિભાને ખીલવતું વિદ્યામંદિર.

મોરબી :  જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત મધ્યઝોન પ્રદેશ કક્ષાએ બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન મોરબી જિલ્લામાં કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક વિધામંદિરના ૪ વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બનીને રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા છે

 ‘અ’ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં  ધોરણ-5 ની વિધાર્થીની પીપળીયા એંજલ જે.* (દ્વિતીય ક્રમાંક)
 ‘બ’ વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં. ધોરણ-7 ની વિધાર્થીની પીપળીયા પલક જે. (પ્રથમ ક્રમાંક)
 ‘બ’ વિભાગ લોકવાદ્ય સંગીત ધોરણ-7 નો વિધાર્થી રાણપરા હરીશ આર.(પ્રથમ ક્રમાંક)
 ખુલ્લો વિભાગ લોકવાર્તા ધોરણ-6 નો વિધાર્થી ગઢવી આદિત્ય ડી. (પ્રથમ ક્રમાંક)
રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ દરેક વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શાળાના સંચાલક કિશોરગુરુજી તેમજ શાળા પરિવારે શુભકામનાઓ પાઠવી છે.

   
(12:37 am IST)