Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીની દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા સાંકૃતિક કાર્યક્રમનું અદકેરું આયોજન.

   મોરબીમાં આવેલી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં તા. ૨૯ ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે, સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના, રાષ્ટ્રપ્રેમથી  ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે
જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથરશે તો આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા વગેરે મોરબીના તમામ સુજ્ઞ નાગરિકો, નગરજનોને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવેલ છે.

(12:41 am IST)