Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

BSNL તથા DOTના પેન્‍શનર્સને KYPનું ફોર્મ ભરવા અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૮ : CCA DOT ગુજરાત તરફથી મળેલ સુચના મુજબ BSNL તથા DOTના પેન્‍શનર્સ જે બેંકમાંથી પેન્‍શન મેળવતા અને સમ્‍પન્નમાં આવેલ હોય (માઇગ્રેટ થયા) હોય તેને KYP માટેનું ફોર્મ ભરી તા ૩૧ સુધીમાં ફોર્મ સાથે પાન કાર્ડ અને આધાર પોતાની સહી કરીને DOT Cellની અમદાવાદ ખાતે આવેલ ઓફિસના e-mail અથવા પોસ્‍ટ દ્વારા અથવા ઓફીસે મોકલવા આદેશ કરાયો છે.  KYP અંગે ખાસ સુચના જે ૦૧/૦૧/૨૦૧૯ પહેલાં નિવળત થયા હોય અને બેંકમાંથી પેન્‍શન મેળવતા અને સમ્‍પન્નમાં આવેલ હોય (માઇગ્રેટ થયા) હોય તેને જ KYPનું ફોર્મ ભરવાનું છે.

 સુરત ખાતે પેન્‍શન અદાલત વખતે ઉપસ્‍થિત અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે BSNL તથા DOTના જે પેન્‍શનર્સ પોસ્‍ટમાં પેન્‍શન મેળવતા હોય તેને આ ફોર્મ અત્‍યારે ભરવાનું નથી.તા ૦૧/૦૪/૨૦૨૩ પછી BSNL તથા DOTના જે પેન્‍શનર્સ પોસ્‍ટમાં પેન્‍શન મેળવતા હશે તેને સમ્‍પન્નમાં માઇગ્રેટ કરવામાં આવશે. BSNL તથા DOTના જે પેન્‍શનર્સ તા. ૦૧/૦૧/૨૦૧૯ પછી નિવળત થયા હોય ૩૧/૦૧/૨૦૧૯માં સમુહમાં VRS લીધેલ છે તેને આ ફોર્મ ભરવાનું નથી. ફોર્મ તથા વધુ માહિતી માટે આપના AIBDPA ના ડિસ્‍ટ્રિકટ સેક્રેટરી નો સંપર્ક કરવનો રહેશે.

દરેક સભ્‍ય બનનાર દરેક સભ્‍યોને મેસેજથી જાણ કરવામાં આવે છે. સભ્‍યોએ ડિસ્‍ટ્રિકટ સેક્રેટરીનો સંપર્ક કરવા તેનો અપડેટ કરતા રહેવા AIBDPAના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને ગુજરાતના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

 તા.૦૧.૧૦.૨૦૦૦ પહેલાંના DOT માંથી અને તા.૦૧.૧૦.૨૦૦૦ પછી BSNLમાંથી નિવળત થયેલા DOT તથા BSNL પેન્‍શનર્સને અને પેન્‍શનર્સ ગુજરી ગયા હોય તો તેના ફેમલી પેન્‍શનર્સને DOT CELL ગુજરાત ની ઓફીસ દ્વારા ID કાર્ડ આપવાનું આયોજન કરવા આવેલ છે.આ ID કાર્ડ માટે કોઈ ચાર્જ લીધા વગર DOT CELL ગુજરાત ની ઓફીસ દ્વારા બનાવી આપવામાં આવશે. જેને છ કાર્ડ માટે ફોર્મ ભરેલ હોય નહીં તેવા DOT તથા BSNL પેન્‍શનર્સને અને ફેમીલી પેન્‍શનર્સએ AIADPA ના ડિસ્‍ટ્રિકટ સેક્રેટરી નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(11:00 am IST)