Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જેતપુરમાં ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

જેતપુર : શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે  dysp રોહિત ડોડીયા ના માર્ગદર્શન હેઠળ સીટી પી.આઇ. અજયસિંહ હેરમા દ્વરા દેશના  ૭૪ માં પ્રજાસત્તાક પર્વની  ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફીસર અશ્વિન ગઢવી તેમજ  સિટી પી.આઈ. અજયસિંહ હેરમાંના વરદહસ્‍તે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવ્‍યો હતો. બાદ નાગરિકોએ રાષ્‍ટ્રગીત ગાઈને રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કલા કૃતી રજૂ કરેલ. ત્‍યાર  બાદ  શહેર તાલુકાની સ્‍કૂલોના  વિદ્યાર્થી ભાઈબહેનો દ્વારા શહેરના મુખ્‍ય વિસ્‍તારોમા  રેલીનું આયોજન કર્યું હતું.

(11:04 am IST)