Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જૂનાગઢ ભાજપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

જૂનાગઢ : ૭૪ માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી  દ્વારા ગણતંત્ર દિવસ ની પુર્વ સંધ્‍યાએ દેશભક્‍તિ ગીતો નાં સાંસ્‍કળતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્માનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. કાર્યક્રમમાં મહાનગર પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીભા, દંદક અરવિંદભાઈ ભલાણી, મહાનગર ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બાલસ, ઓમભાઇ રાવલ, મંત્રી લીલાભાઇ પરમાર, મુકેશ ગજેરા, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયા, મહિલા મોરચાના મહામંત્રી શિતલબેન તન્ના, ભાવનાબેન વ્‍યાસ, સુનિતાબેન સેવક, સોનલબેન પનારા, બક્ષીપંચ મોરચાનાં જય પઢીયાર, કીશાન મોરચો, લઘુમતી મોરચો, ડોક્‍ટર સેલનાં કન્‍વિનર ડો. શૈલેષ બારમેડા ભારતીય જનતા પાર્ટીનાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, હોદેદારો, કાર્યકરો અને સંગીતપ્રેમીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બેલીમભાઇ, રાજુભાઇ સોનપાલ, નિલેશ મહેતા, સંજય ગોહેલ, રીમા ગોહેલ, અસરફ મેસીયા તથા દીપક જોષીએ દેશભક્‍તિનાં ગીતો ગાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મિડીયા વિભાગનાં સંજય પંડ્‍યા, કેતન નાંઢા, પીયુષ ગઢવી, પ્રજ્ઞેશ રાવલ તથા અજય સોમાણીએ જહેમત ઉઠાવી હતી.(અહેવાલ : વિનુ જોષી, અહેવાલ : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:04 am IST)