Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જૂનાગઢ માનવ અધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

જૂનાગઢ : માનવ અધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન  દ્વારા નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ પ્રજાસત્તાક દિવસના ૭૪માં વર્ષની ઉજવણી કરવા માટે આયોજન કરેલ.  જેમા  સંગઠને ૧ વર્ષ પૂર્ણ કરેલ અને આ દરમિયાન  ટીમ વધારે મા વધારે સેવાકીય પ્રવળત્તિ કરતી રહે એવી એમબીબીએસના બધા પરિવારને હાર્દિક શુભેચ્‍છા અપાઇ હતી. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે આવેલ સિનિયર સિટીઝનની સંસ્‍થા સાથે ધ્‍વજ વંદન અને રાષ્‍ટ્રગીત દ્વારા સમગ્ર ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા પ્રમુખ વૈશાલીબેન દરબાર, સીમાબેન મકવાણા, તેમજ  બધા જ મેમ્‍બર હાજર રહેલા  હતા.(અહેવાલ : વિનુ જોષી, અહેવાલ : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:05 am IST)