Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાલથી જામજોધપુરમાં પૂ. ભગવતચરણદાસજી મહારાજની સ્મૃતિમાં ગુરૂવંદના મહોત્સવ

શાસ્ત્રી પૂ. રાધારમણ સ્વામી અને કોઠારી પૂ. જગતપ્રસાદદાસજી સ્વામીની અધ્યક્ષતામાં મહોત્સવનું આયોજન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર શહેરમાં અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી પૂ.ભગવતચરણ દાસજીની ભવ્ય સ્મૃતિમાં ગુરુવંદના મહોત્સવ આવતીકાલથી રૂ થઈ રહ્યો છે, જેને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી અને શાસ્ત્રી પૂ.રાધારમણદાસજી સ્વામી અને કોઠારી પૂ.જગતપ્રસાદ દાસજી સ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે. મંદિરના શાસ્ત્રી પૂ.રાધારમણ સ્વામીએ જણાવ્યું છે કે તા.૨૯/૦૧/૨૦૨૨ એટલે કે આવતીકાલે રવિવારે ભવ્ય શોભયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાય અને ખાસ કરીને ભાઈઓ સફેદ શર્ટઙ્ગ અથવા ઝભ્ભો અને બહેનો લાલ સાડી અથવા ડ્રેસ પહેરીને ભવ્ય શોભયાત્રામાં જોડાઈ બપોરે .૩૦ કલાકે જલારામ મંદિર મુકામે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે, સાથે પ્રસંગે ધામેધામથી સંતો પણ પધાર્યા છે.

જેમાં વિસાવદરથી પૂ.આનંદ સ્વરૂ સ્વામી, પૂ.જયસ્વરૂપસ્વામી , રાજકોટ બાલાજી મંદિરથી પૂ.મુનિવત્સલસ્વામી ,દ્વારકાથી પૂ.કે.પી સ્વામી સહિતના સંતો પધાર્યા છે તેમજ જામજોધપુર શહેરમાં પણ ગુરુવંદના મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આમ જામજોધપુર શહેરમાં શનિવાર સુધી કથા, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે.

 

(11:07 am IST)