Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સોમનાથ ટ્રસ્‍ટ ગૌશાળામાં અજાણ્‍યા શખ્‍સે ગળે ફાંસો ખાઇ જીવ ટૂકાવ્‍યો

વેરાવળ-પ્રભાસ પાટણતા. ૨૮ : વિશ્વ પ્રસિધ્‍ધ સોમનાથ મંદિર ટ્રસ્‍ટ સંચાલિત ગૌશાળામાં રાત્રીના કોઇ અજાણ્‍યા ૪૦ થી ૪૫ વરસના પુરૂષે ગૌશાળાની ગોડાઉનની દીવાલના બાંકોરામાં દોરડું ભરાવી ગળે ફાંસો ખાઇ જતા મોત થવા પામેલ છે.

સમગ્ર ઘટના ગૌશાળાની સી.સી.ટી.વી.માં કેદ થયેલ છે. જેમાં તે માણસ ગૌશાળામાં પ્રવેશી ૭:૨૦ કલાકે ગાય પાસે બેસી પછી તરત જ ઉભો થઇ ગૌશાળાની દિવાલના બાંકોરામાં ગૌશાળામાં પડેલ દોરડાથી ગળેફાંસો ખાધેલ છે.

જેની ઓળખ હજુ સુધી મળેલ નથી અને અગમ્‍ય કારણસર આ ફાંસાની ઘટનાની જાણ થતા શિવ પોલીસ ચોકીના પો.સ.ઇન્‍સ. બી.ડી.માવદીયા આ બનાવની તપાસ કરી રહ્યા છે. ડેડ બોડીનું પોસ્‍ટમોર્ટસ કરાવી તેને કોલ્‍ડરૂમમાં સાચવવા રવાના કરાયેલ છે.મૃતકે કોફી કલરનું જેકેટ, કાળા કલરનું શર્ટ, અને સફેદ પેન્‍ટ પહેરેલ છે અને જમણા હાથમાં  ‘સંત દેવીદાસ'નું નામ ત્રોફાવેલ છે. વધુ તપાસ ચાલી રહી છે.

(11:45 am IST)