Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઓખામાં રકતદાન શિબિર

ઓખા : ઓખા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઓખા મરીન પોલીસ તથા યુવાશક્‍તિ-દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા કાર્યના ૨૫ વર્ષ ઉપલક્ષ ૫૧માં રક્‍તદાન કેમ્‍પ કરવામાં આવેલ.આ તકે સૌ પ્રથમ રાષ્‍ટ્રગીત ત્‍યાર બાદ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.જેમાં દ્વારકા કલ્‍યાણપુરના ધારાસભ્‍ય પબુભા વિરમભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી.નિતેશ પાંડે,ડી.વાય.એસ.પી. સમીર સારડા,ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઉષાબેન સુરેશભાઈ ગોહિલ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, BSFના ઇન્‍સ્‍પેક્‍ટર મોહનલાલ,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા શક્‍તિના સંસ્‍થાપક દીપકભાઈ કારેલીયા, દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા શક્‍તિના પ્રમુખ લખનભા કેર,યુવા શક્‍તિ ના બલરામ હાથલ, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા, તથા દ્વારકેશ કારેલીયા, વાસુદેવ કેર, શિવરાજ જગતિયા, સોહન જટણીયા હાજર રહ્યા.  આ કેમ્‍પમાં કુલ ૧૧૫ રક્‍તની બોટલ એકત્રિત થયેલ. દ્વારકા જામનગર ના સાંસદ સભ્‍ય પુનમબેન માડમ દ્વારા તમામ રક્‍તદાતાને ઘડિયાળ આપવામાં આવેલ. આ કેમ્‍પમાં જામનગરની વોલેન્‍ટરી બ્‍લડ બેંકે સેવા આપેલ હતી. આ કાર્યમાં ઓખા નગરપાલિકા,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સ, ઓખા શહેર ભાજપ, ઓખા ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશન, ઓખા હોમગાર્ડ સબ યુનિટ, આર.કે. તથા માછીમાર મંડળ વેપારી મંડળે સહયોગ આપેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા મરીન પોલીસ સ્‍ટાફ તથા ઓખા યુવા શક્‍તિ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઈ ઓખા)

(11:26 am IST)