Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

માળીયામિંયાણા પોલીસે જશાપર ગામે ડિઝલ ચોરીનું કૌભાંડ પકડયું : એકની ધરપકડ

સાગર ડાંગર ટેન્‍કરમાંથી ડિઝલની ચોરી કરતો'તો : ટેન્‍કર સહીત ૨૫.૬૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૮ : માળીયામિંયાણા તાલુકાના જશાપર ગામે પોલીસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાર્શ કરીને તમામ મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી.

માળીયા પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે જશાપર ગામના ખરાવાડમા દરોડા પાડ્‍યા હતા. જયાં આરોપી સાગર માવજીભાઇ ડાંગર ટેન્‍કરમાં ભરેલ ડીઝલની ચોરી કરવા, ટેન્‍કર ઉપર લગાવેલ લોક ખોલી તેમાથી ડીઝલ ઓઇલનો જથ્‍થો વેંચાણ કરવાના ઇરાદે કેરબામાં કાઢતો રંગે હાથ ઝડપાયો હતો.પોલીસે રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિમતનું ટાટા કંપનીનુ ૩૧૧૮ મોડલનુ કંપનીનુ ટેન્‍કર GJ-12-BT-8381, ટેન્‍કરમાં ભરેલ રૂપિયા ૧૫,૬૦,૦૦૦ની કિમતનું લાઇટ ડીઝલ ઓઇલ આશરે ᅠ૨૪,૦૦૦ લીટર, ᅠટેન્‍કરમાંથી કાઢેલ રૂપિયા ૨૬૦૦ની કિમતનું ૪૦ ᅠલિટર ડીઝલ તથા આરોપી પાસેથી રૂપિયા ૨,૦૦૦ની કિમતના મોબાઈલ સહિત રૂપિયા ૨૫,૬૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સાગર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:31 am IST)