Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જામનગર ઓલ ઇન્‍ડિયા BSNL- Dox પેન્‍શનર્સ એશોસીએશનની ચોથી બોલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ મૈસુર(કર્ણાટક) ખાતે યોજાઇ .

જામનગર : AIBDPAની ચોથી ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ દરમ્‍યાન કર્ણાટક રાજાના મૈસુરમાં ૩જી પીંખારસી મુજબ ૧૫% ફિટમેન્‍ટ સાથે પેન્‍શન રિવિઝન હાંસલ કરવા માટે સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો. વેતન સુધારણાને અલગ કરેલ છે. પેન્‍શન રિવિઝન હાંસલ કરવા માટે સંઘર્ષ માટેનો કાર્યક્રમ નક્કી કરવા CHQ સતા આપવા ઠરાવ કરવામાં આવેલા છે.  CHQને બિનજરૂરી વિલંબ સામે તાકીદે વધુ યોગ્‍ય સંઘર્ષ કરવા માટે અધિકળત કરવામાં આવ્‍યા છે. સાતમાં પગારપંચની ફોટોન્‍ટની નકારી કાઢવામાં આવેલી માગણીને ફરીથી પેન્‍શન રિવિઝનની ડીલ કરવાના અમુક પેન્‍શનરોના સંગઠનોના પ્રયાસોને પેન્‍શનરોમાં ખુલ્લું પાડવું પડશે. ૨૨ સર્કલના ડેલીગેટસના ૮૬૯ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ૬૧ લેડી પ્રતિનિધિઓએ હતા. સૌથી યુવા પ્રતિનિધિ આસામના વિપુલ હજાટિકા (૫૩) અને સૌથી વળધ્‍ધ ગુરૂચરણ સિંહ (૮૨) પંજાબના અલબત્ત સૌથી જૂના સહભાગી કોમ.વી.એ.એન નંબુદી, સલાહકાર (૮૪) ભાગ લીધેલ. ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારો સર્વાનુમતે ચૂંટાયા હતા; સલાહકા કોમ.વી.એ.એન નંબૂદીરી પેટર્ન,  એ.કે ભટ્ટાચાજી, પ્રમુખ  એમ.આર દાસ (આસામ)ઉપપ્રમુખો એમ.બી. ચનિયારા (ગુજરાત), જનરલ સેક્રેટરી   કે.જી, જયરાજ (કેરળ)આસીસ્‍ટંટ જનરલ સેક્રેટરી   આર મુરલીધરન નાયર (કેરળ), ખજાનચી  એમ.જી.એસ કુરૂપ (કેરળ), મદદનીશ ખજાનથી વી સીતા લક્ષ્મી (તમિલનાડુ), ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી,  ઓમ પ્રકાશ સિંઘ (પヘમિ બંગાળ) નિમાયા છે. સર્કલ પ્રેસિડેન્‍ટ એન.એન.પટેલ (મહેસાણા), મનુભાઇ બી. ચનિયારા (જામનગર) સર્કલ સેક્રેટરીની આગેવાનીમાં જે.ટી. સંઘવી, ટી.વી. ઘેલાણી, જી.બી. દરજી, પી.કે.પટેલ, જી.જે કોરી,   એ.એસ. ત્રવેદી,  આર.એ.પટેલ, જી.જે.રાઉલજી, બી.ટી. પટેલ, એસ.જે.ઠાકર,  કે.એમ.જોશી, કુ.આશા જે. દવે, શ્રીમતી એલ.ડી.સાવલિયા,  આર.એમ.પટેલ, એમ.આર સોલંકી, જી.એમ. રામી,   વી.એમ.દરજી,  વી.એમ. કટારા,   આર.એ. મહેતા,  એમ.યુ.   શઇખ,  ડી.જે.કનખરા, એસ.વી.વ્‍યાસ,   આઈ.એચ. શેઇખ,   આઇ.એ.વોરા, જે.બી.ચૌહાણ,   બી.એન બાહિર, આર.જી.ચૌહાણ,    બી.એસ.અનસારી, એન.સી.વાઢીયા,   ડી.એમ.પંચાલ, આઈ.બી.ઓઝા,  આર.બી.સોલંકી, પી.પી.ચાવડા વિગેરે ૬૦ ડેલીગેટ ગુજરાતમાંથી જોડાયેલ હતા. સર્કલ પ્રેસિડેન્‍ટ  એન.એન.પટેલ,  ટી.વી. ઘેલાણી,  મનુભાઈ ચનિયારાએ પેન્‍શનર્સ તથા સીનીયર સિટીઝન પ્રશ્‍નો અંગે રજુઆત કરી હોવાનું  મનુભાઈ ચનિયારા  AIBDPA ગુજરાતના સર્કલ સેક્રેટરીએ જણાવેલ છે. ગુજરાતમાંથી મનુભાઈ બી. ચનિયારા (જામનગર)ની AIEDPAના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષની સર્વાનુંમતે વરણી થયેલ છે. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(11:38 am IST)