Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ચિરસ્થાયી ઉર્જા તથા કલાઈમેન્ટ ચેન્જ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

  (કિશોરભાઈ દેવાણી દ્વારા)કેેશોદ : ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગરના સહયોગથી શ્રી બ્રહ્મમાનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્,જૂનાગઢ દ્વારા આયોજિત શ્રી શારદાબેન રાખોલિયાના અધ્યક્ષ સ્થાને બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ચિરસ્થાયી ઊર્જા તથા કલાઇમેન્ટ ચેન્જ જાગૃતતા કાર્યક્રમ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી કેશોદ ખાતે યોજવામાં આવ્યો હતો.   આ કાર્યક્રમ અંતર્ગત શારદાબેન રાખોલિયા દ્વારા બાળકોને સમજ આપવામાં આવી હતી કે આજે ઊર્જાના સ્ત્રોત ઓછાં થતાં જાય છે ત્યારે આજની માંગ છે કે ઊર્જા ની બચત તમારા લેવલે કેમ થાય અને સમાજ ને ઉપયોગી કેમ થવાય તેનું સંપૂર્ણ માર્ગર્દ્શન આપવામાં આવ્યું હતું આ તકે ડો.પ્રો.  પ્રવીણભાઈ ગજેરા એ શારદા બેનનો આભાર વ્યકત કર્યો હતો અને સમાજને માટે ઉપયોગી થવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

(1:19 pm IST)