Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદર : સોનામાં રેકડ બ્રેક વધતા ભાવને લીધે દાણચોરો પુનઃસક્રિય બની રહ્યાનો ઇશારો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૭ :  સોનામાં રેકર્ડ બ્રેક વધતા ભાવને લીધે ગુજરાત-સૌરાષ્‍ટ્રના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર દાયકાઓ બાદ પુનઃ સોનાની દાણચોરી માટે દેશદ્રોહી તત્‍વો સક્રિય બની રહ્યાના ડેન્‍જર અને ચાર્લીના સર્વે ઉપરથી થયેલ ઇશારા બાદ સુરક્ષાની દ્રષ્‍ટીએ કાંઠા ઉપર ચાંપની નજર રાખવામાં આવી રહી છે.

પોરબંદરથી માધવપુર ધેડ અને આંત્રોલી ફાટકના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર રાતડી કુછડી તથા મીયાણી ગોસાબારાના અંતરિયાળ કાંઠા ઉપર સુરક્ષા માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ અતિ સંવેદનશીલ ગણાતા દરિયા કાંઠા ભૂતકાળમાં સોના ચાંદી અને ઇલેકટ્રોનીક આઇટમોની દાણચોરી માટે સ્‍વર્ગસમાન જાણીતો હતો. અને ભૂતકાળમાં અનેક વખત કુખ્‍યાત દાણચોરોને પકડી લેવામાં આવ્‍યા હતા. વર્તમાન સમયે સોનાના ભાવ રેકર્ડ બ્રેક સપાટી વટાવી રહેલ હોય દાણચોરી માટે દાણચોરો પુનઃ સક્રિય થઇ હોવાનો ઇશારો થયો છે.

આ અતિ સંવેદનશીલ દરિયા કાંઠે દેશદ્રોહી પ્રવૃતિ થાય નહી તે માટે સુરક્ષાની દ્રષ્‍ટિએ તપાસ કામગીરી શરૂ થઇ ગયાનું ચર્ચાય છે.

(1:22 pm IST)