Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીમાં જિલ્લા કક્ષાનો ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ સાથે અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ કાર્યક્રમ નિહાળ્‍યો : તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૮ : વડાપ્રધાન દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધી વી.સી.ટેક. હાઇસ્‍કુલ- મોરબી ખાતે યોજાઈ ગયો .જેમાં મોરબી -માળિયા મતવિસ્‍તારના ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા, પ્રમુખ- મોરબી નગરપાલિકા કુસુમબેન પરમાર, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી હાજર રહેલ અને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરેલ. ત્‍યારબાદ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ નિહાળેલ અને ખૂબ જ પપ્રેરણાદાય કાર્યક્રમ રહ્યો. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ તાલુકા કક્ષાનો મોરબી જિલ્લાના દરેક તાલુકાઓમાં યોજાયેલ. ઓરપેટ કન્‍યા વિદ્યાલય-ટંકારામાં ટંકારા પડધરી મતવિસ્‍તારના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેલ અને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરેલ.ડી.જે.પી.કન્‍યા વિદ્યાલય મોરબી, મોડેલ સ્‍કૂલ-વાંકાનેર, મોડેલ સ્‍કૂલ મોટી બરાર (માળીયા), મોડેલ સ્‍કૂલ હળવદ ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો અને વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્‍સાહિત થયેલ.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સ્‍કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી એન. વી .રાણીપા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી. વી .અંબારિયા હાજર રહેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વી સી હાઈસ્‍કૂલના કર્મચારીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયત્‍ન કરેલ.

(1:29 pm IST)