Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે દેવચંદભાઈ કપોપરાનું સન્‍માન

સાવરકુંડલા :  સમગ્ર ગુજરાત પાટીદાર સમાજ ની સર્વોચ્‍ચ સંસ્‍થા ખોડલધામની વાર્ષિક સમારોહમાં પાટીદાર સમાજના રાજકીય સામાજિક અગ્રણી ઓ ઉધોગપતિ ઓ  સમાજ શ્રષ્ટિ ઓની હાજરીમાં ૫૧ નવા ટ્રસ્‍ટીઓની નિમણુક કરવા માં આવી છે જેમાં સાવરકુંડલા તાલુકા ના હિપાવડલી વતની અને હીરા ઉદ્યોગપતિ દેવચંદભાઈ કપોપરાની પણ ટ્રસ્‍ટી તરીકે નિમણુક થતા દેવચંદભાઈ કપોપરાના વતન હિપાવડલી ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી જેમાં હિપાવડલી ગ્રામજનો દ્વારા ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ટ્રસ્‍ટી તરીકે નિયુક્‍ત પામવા બદલ દેવચંદભાઈ કપોપરા નું સન્‍માન કરવામાં આવેલ હતું જેમાં પૂર્વ સરપંચ ગોરધનભાઇ રાદડીયા, ગામના યુવા અગ્રણી આશીશભાઈ જોગાણી, છગનભાઇ મકવાણા, જેન્‍તીભાઈ ઠુંમર, કાળુભાઇ કપોપરા, સરપંચ વાલાભાઈ કટારીયા, લાખાભાઈ બાવળિયા સહિત ના સમસ્‍ત ગ્રામજનો દ્વારા દેવચંદભાઈ કપોપરાનું સન્‍માન કરવામાં આવેલ હતું  દેવચંદભાઈ કપોપરાની ખોડલધામ ટ્રસ્‍ટ માં ટ્રસ્‍ટી જેવા અતિ મહત્‍વની જવાબદારીમાં નિયુક્‍તિ પામવા બદલ હિપાવડીલી એવા નાના ગામનું નામ  સમગ્ર ગુજરાત ભર રોશન કરવા બદલ દેવચંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક પાંધી, સાવરકુંડલા)

(2:47 pm IST)