Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જામનગરઃ દારૃની હેરાફેરી, છેતરપીંડીના કેસમાં આરોપી નરેશ સાધુ સામે વધારાની કલમો દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : પ્રોહીબીશનના ગુન્હાની તપાસ દરમ્યાન જામનગર પોલીસે આરોપી નરેશ સાધુ સામે ૪૦૬, ૪૨૦,૧૨૦(બી), ૨૦૧ કલમનો ઉમેરો કર્યો છે.

જમનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ નાઓએ પ્રોહીં -જુગારની તપાસ કરનાર આઇ.ઓનને ગુન્હાની ઉંડાળ પુર્વક તપાસ કરવા સુચના કરેલ હોય તેમજ જામનગર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.વાઘેલાના માર્ગદશન મુજબ તથા ધ્રોલ સર્કલ, ધ્રોલના પો.ઇન્સ. શ્રી ડી.કે.ચૌધરી સુચના મુજબ પ્રોહી કલમ.૬૫.એ૬૫,,૮૧,૯૮(૨) મુજબના ગુન્કાના કામેની આગળની તપાસ કરતા આ કામના આરોપી નરેશભાઇ ભગવાનદાસ સાધુ બાવાજી ઉવ.૨ર૪ ધંધો મજુરી રહે. વાઢીયાગામ તા.ભચાઉ જી.કચ્છ ભુજ હાલ- રીષી શીપીંગ સામે, દશામાના મંદીરમાં ભચાઉ જી.કચ્છ ભુજવાળાએ પોતાના કબ્જા ભોગવટાની નેક્ષોલ કાર જેના રજી. નંબર જી.જે.૧ર ડીએસ ૪૭૬૨ મા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલોની હેરાફેરી કરી વેચાણ અર્થે પોતાના કબ્જાની કારમા રાખી રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૃ બોટલ નંગ-૩૩૧ કિ.રૃ. ૧,૩ર,૪૦૦ તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૃ. ૫૦૦૦ તથા કાર કિ.રૃ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૃ. ૪,૩૭,૪૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને જામનગર લોકલ કાઇમ બ્રાન્ચએ પકડી પાડેલ હોય જે આરોપી નરેશભાઇ ભગવાનદાસ સાધુ પાસેથી કબ્જે કરેલ નેક્ષોલ કાર જેના રજી. નંબર જી.જે.૧૨ ડીએસ ૪૭૬૨ ની ઉપર એચ.ડી.એફ.સી બેન્કની લોન હોય જેથી આ કામે એચડીએફસી બેન્ક જામનગર ખાતે જઈ તપાસ કરતા આ વિગત ફલીત થાય છે.

જીજે-૧૨-ડીએચ. ૪૭૬૨નો લોન એનપીએ અને ઇએમઆઇ ચડી ગયેલ હોય અને એચડીએફસી બેન્કનો બોજો હોય અને  વાહન બુટલેગીંગ પ્રવુૃતીમાં દારૃની હેરાફેરીમાં વાપરીને વાહનના ખરા માલીક એચડીએફસી બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય આ  મોડસ ઓપરન્ડી નો ઉપયોગ બુટલેગીંગ પ્રવુતીમાં વારંવાર થતો હોય અને કાવતરૃ રચી આવી પ્રવૃતી કરતા હોય જેને નામ.કોર્ટએ ગંણીર નોંધ લઇ સદરહું ગુન્હામાં આર.ડી.ગોહીલ પો.સબ ઇન્સ.ના રીપોર્ટ આધારે ઇ.પી.કો.કલમ- ૪૦૬,૪૨૦,૧૨૦(બી),ર૦૧ મુજબ ઉમેરો કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં જોડીયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહિલ, પો.હેડ કોન્સ. રવિભાઇ મઢવી તથા પો.કોન્સ. સંજયભાઇ મકવાણાના જોડાયા હતા.

(1:37 pm IST)