Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કેશોદના અજાબમાં ભૂમાફીયા દ્વારા ખનીજચોરીની ફરીયાદ થતા ખળભળાટ

સરપંચની મીલીભગતથી ખનીજચોરી થતી હોવાના આક્ષેપ સાથે તંત્રને લેખીત ફરીયાદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૮ : અજાબ ગામે અમળત સરોવર યોજના અંતર્ગત બનેલ તળાવ પર ભુમાફિયાઓ દ્વારા સરેઆમ ખનીજચોરી થતી હોવા અગે સ્‍થાનિક પત્રકાર જગદિશભાઇ  યાદવએ અજાબ ગ્રામ પંચાયતના સરપંચનો ટેલિફોનીક સંપર્ક કરતાં અજાબ ગ્રામ પંચાયત દ્વારા આવી કોઈ પ્રકારની મંજુરી આપવામાં આવી નથી અને કોઈપણ સરકારી યોજના હેઠળ કામ ચાલતું નથી એવું જણાવ્‍યું હતું. ત્‍યારે  મીડિયા દ્વારા સ્‍થળ પર આવવા જણાવેલ ત્‍યારે સરપંચે  જણાવ્‍યું કે હું બહારગામ છું  અને તમેં તમારી રીતના તપાસ કરી શકો છો ત્‍યારે જગદિશભાઈએ ફરીયાદમાં જણાવ્‍યા મુજબ અમો સ્‍થળ પર પહોંચીએ તે પહેલાજ ટ્રેકટર બંને ભાગી છૂટયા હતા.

 JCBના  ડ્રાઈવરે જણાવેલ કે કલાક પહેલાજ સરપંચનો ફોન આવ્‍યો હતો અને ત્‍યાર બાદ અમારી હાજરીમાં  પણ સ્‍પીકર માં વાત કરતો  કેશોદના અજાબ ગ્રામ પંચાયતના સરપંચનો જેસીબી મશીનનાં ડ્રાઈવરને ફોન આવ્‍યો હતો જે દર્શાવે છે કે સરપંચ ની મીલીભગતથી જ ખોદકામ કરી ટ્રેકટરો ભરવામાં આવતાં હોવાનો  શ્રીયાદવ ધ્‍વારા આક્ષેપ કરવામાં આવતા અને આ અંગે તંત્રને લેખિત ફરિયાદ કરવામાં આવતા ખનીજચોરોમાં ફફડાટ વ્‍યાપી જવા પામેલછે.   સાથે રહેલ  કેશોદના  મહિલા અગ્રણી અને પ્રેસ રીપોર્ટર મધુબેન રાવલીયા દ્વારા સ્‍થળ પરનાં ખનીજચોરીનાં વિડિયો અને અજાબ ગ્રામ પંચાયતના સરપંચ સાથે થયેલી મિલીભગતથી થતી ખનીજ ચોરીની વાતચીતના   આધાર પુરાવાઓ સાથે જુનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. 

(2:48 pm IST)