Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

થાનગઢ વિજચોરીમાં ભાજપ આગેવાનો સામે કેસ : રૂપિયા ૧.૭૦ કરોડ નો વીજ દંડ ફટકાર્યો

પૂર્વનગર પાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખના પતિ થાનગઢમાં વિજચોરી કરતા ઝડપાયા

(ફારૂક ચૌહાણ) સુરેન્‍દ્રનગર, તા. ર૮:  થાનગઢમાં વિજચોરી કરતાં ભાજપ આગેવાનો ઝડપાયા છે ત્‍યારે વિગત અનુસાર વિજ ચેકીંગ કામગીરી માં મોટું મસ વિજ ચોરી રેકેટ ઝડપાયું હતું જેમાં થાનગઢ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ અને -દેશ યુવા ભાજપ નાં હોદેદાર વિજયભાઈ ભગત અને થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ નાં પતિ કાનભાઈ ભગત સામે વિજચોરી કરતાં ઝડપાયા હતા અને તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર થી ભલામણ માટે ફોન ચાલુ થયેલાં પરંતુ અધિકારીઓ ટસ નાં મસ નાં થતાં કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો અને  થાનગઢ પંથકમાં ચકચારમચી જવા પામી હતી અને આગેવાનો સહિત ત્રણ શખ્‍સો સામે એક કરોડ સીતેર લાખ રૂપિયા ની નોટીસ ફટકારી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:11 pm IST)