Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બસની રાહ જોતાં મુસાફર પર દારૂડિયાએ જીવલેણ હુમલો કર્યો

કેશોદ એસટી બસ સ્ટેન્ડની ઘટના, ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

કેશોદ, તા.૨૮: કેશોદ બસ ડેપોમાં સલામત સવારી એસટી હમારી સુત્ર સાથે કોઈ લેવાદેવા ન હોય એમ મોડી સાંજેથી રેઢાં રાજ હોવાથી આવારા તત્વો અને દારૂડિયાઓનું રાજ આવી જતાં મુસાફરોની સલામતી જોખમમાં મૂકાય છે. કેશોદના એક પરિવાર અમદાવાદ જવા માટે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા હતા. ત્યારે દારૂડિયાએ હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

કેશોદના અમદાવાદ જનાર મુસાફર ચેતન સોલંકી કેશોદ પોલીસ સ્ટેશનનાં ૧૦૦ નંબર કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પર દોડી આવ્યો હતો. કેશોદ બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાનાં ફુટેજ તપાસી હુમલાખોર શુભમ નામના દારૂડિયાની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(10:40 pm IST)