Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીના જેતપર રોડ પર વિદેશી દારૂની ચાર બોટલ સાથે યુવક ઝડપાયો.

મોરબી તાલુકામાં જેતપર રોડ પર વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક યુવકને તાલુકા પોલીસની ટીમે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસની ટીમ જેતપર રોડ પર પેટ્રોલિગમાં હતી. એ સમયે પીપળી ગામની સીમ લોર્ડઝ હોટેલ સામે આરોપી મુકેશ લક્ષ્મણભાઈ સાલાણી રૂપિયા ૧૫૦૦ની કિમતની વિદેશી દારૂની ચાર બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:32 pm IST)