Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીમાં શોપીંગ સેન્ટરના ધાબા પરથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબીની ત્રાજપર ચોકડી નજીક ધર્મગોલ્ડ શોપીંગ સેન્ટરના ધાબા ઉપર વિદેશી દારૂનો વેપલો ચલાવતા શ્રમિકને ૭૦ બોટલ સાથે ઝડપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે ત્રાજપર ચોકડી થી રામકુવા પાસે આવેલ ધર્મગોલ્ડ શોપીંગ સેન્ટર નામના કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા હતા. જ્યાં શોપીંગ સેન્ટરના ધાબા ઉપર આરોપી હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા વિદેશી દારૂની રૂપિયા વિદેશી દારૂની કિમતની ૭૦ બોટલ સાથે ઝડપાયો હતો. જેથી પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:33 pm IST)