Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર મુરખડાના પાટિયા પાસે આવેલ ન્યુ ઉમાં પ્રોડક્સન નામના પ્લાસ્ટિકના ગઠ્ઠાના કારખાનામાં ર વર્ષની બાળકી ઉપર લોખંડનો દરવાજો માથે પડતા કરૂણ મોત

બાળકીના પિતાએ દરવાજો ખેંચી બંધ કરવા જતા વજન દાર દરવાજા બેરીગમાંથી છટકી નાની બાળકી ઉપર પડ્યો હતોઃ બાળકીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો

રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં લોખંડનો દરવાજો માથે પડતા બાળકીનું મોત નિપજ્યું છે. 2 વર્ષની બાળકી ઉપર લોખંડનો દરવાજો માથે પડતા મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર મુરખડાના પાટિયા પાસે આવેલ ન્યુ ઉમાં પ્રોડક્સન નામના પ્લાસ્ટિકના ગઠ્ઠાના કારખાનામાં આ બનાવ બન્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મધ્ય પ્રદેશનો પરિવાર મજુરીકામ માટે બહાર જતો હતો તે દરમિયાન બાળકી પાછળ આવતી તેથી તેમના પિતાએ ગેટ ખેંચી બંધ કરવા જતા વજન દાર ગેટ બેરીગમાંથી છટકી નાની બાળકી ઉપર પડ્યો હતો. આમ માતા-પિતાની સામે જ બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.

 

(12:09 am IST)