Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સુરેન્‍દ્રનગર જમીન સંપાદન વિભાગના જપ્તી વોરંટને લઈને ખેડૂતોમાં દોડધામ

વર્ષ ૧૯૯૨માં જમીન સંપાદન થયા બાદ હજુ સુધી વધારાનું વળતર ચૂકવાયું નથી : અધિકારીએ ૧ માસમાં વળતર ચૂકવવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૩૦ : વઢવાણ તાલુકામાં લીંબડી બ્રાંચ કેનાલના બાંધકામ માટે વર્ષ ૧૯૯૨માં ખેડૂતોની જમીન સંપાદન કરાઈ હતી. જેમાં ઓછુ વળતર મળ્‍યુ હોવાની રાવ સાથે ખેડૂતોએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં તા. ૧-૪-૨૨ના રોજ હાઈકોર્ટે હુકમ કરી તા. ૩૧મી જુલાઈ, ૨૦૨૨ પહેલા વળતર ચુકવવાનો આદેશ કરવા છતાં જમીન સંપાદન વિભાગ વળતર ન ચુકવતા જપ્તી વોરંટ ઈસ્‍યુ થયુ હતુ. આ વોરંટની બજવણી થતા દોડધામ મચી હતી અને અધીકારીએ એક માસમાં નાણા ચુકવવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

વર્ષ ૧૯૯૨માં બનેલી સરદાર સુધી ખેડૂતોને વળતર ચુકવાયુ સરોવર નર્મદા નીગમ હસ્‍તકની નથી. આથી ખેડૂતોએ આ કેસમાં લીંબડી બ્રાંચ કેનાલમાં પણ અપીલ કરી હતી. જેમાં કોર્ટે જપ્તી ખેડૂતોને ઓછુ વળતર મળ્‍યુ હતુ. વોરંટ ઈસ્‍યુ કર્યુ હતુ. આ વોરંટની આથી વઢવાણના ડાયાભાઈ જગમાલભાઈ દલવાડી સહીતના કોર્ટના કર્મીઓ જમીન સંપાદન ખેડૂતોએ હાઈકોર્ટમાં વધુ અધીકારીની કચેરીએ પહોંચતા વળતરની માંગણી સાથે કેસ કર્યો. હાઈકોર્ટે તા. ૧-૪-૨૨ના રોજ ચુકાદો આપીને જમીન ગંભીર નોંધ લઈને એક માસમાં સંપાદન વિભાગને આ વધારાનું વળતર તા. ૧-૭-૨૨ પહેલા ચુકવી દેવા આદેશ કર્યો હતો.

(12:34 pm IST)