Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

લીંબડી પાસે કાર પલ્‍ટી જતા જામનગરનાં યુવકનું મોત : ૩ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : જામનગરથી ગાંધીનગર પીએસઆઈની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરવા જઈ રહેલા યુવકની કાર લીંબડી-બગોદરા હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્‍યું હતું, જ્‍યારે ૩ યુવાનને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા.

 જામનગર રહેતા મયુરસિંહ વનરાજસિંહ સોઢા તેમના ૩ મિત્રો સાથે પીએસઆઈના સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા. લીંબડી-બગોદરા નેશનલ હાઈવે પર મીઠાપુરના બોર્ડ નજીક તેમની કાર પલટી ખાઈ જતાં અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરવા જતાં મયુરસિંહ સોઢાનું ઘટનાસ્‍થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. કારમાં સવાર તેમના મિત્રો શકિતસિંહ હેમતસિંહ જાડેજા, ભરતસિંહ સોઢા અને પ્રદિપસિંહ નવલસિંહ સોઢાને ઈજાઓ પહોંચી હતી. મળતકને પોસ્‍ટમોર્ટમ અને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માત અંગે જાણ થતાં મળતક અને ઘાયલોના પરિવારજનો લીંબડી દોડી આવ્‍યા હતા.

(12:35 pm IST)