Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પોરબંદરઃ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના આયોજનમાં વધુ એક વખત નિષ્‍ફળ ગયેલી ભાજપ સરકાર સામે કોંગ્રેસનો આક્રોશ

પોરબંદર તા.૩૦ : જુનીયર કલાર્કની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું તે પુર્વે જ સવારે આ પેપર ફુટી જતાભાજપ સરકાર પરીક્ષાના આયોજનમાં વધુ એક વખત નાપાસ થઇ છે. તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ ભારે આક્રોશ વ્‍યકત કર્યો છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક (વહીવટી - હિસાબ)ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું રવિવારે આયોજન થાય તે પહેલા જ વહેલી સવારે પોલીસે આ પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ કબ્‍જે કરીને એક શખ્‍સની ધરપકડ કરી છે અને પરીક્ષાને મોકુફ જાહેર કરી છે. ૧૧૮૧ જગ્‍યા માટે હજારો યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યા હતા અને મહિનાઓથી તેના તડામાર તૈયારી કરતા હતા. કેટલાક શિક્ષીત બેરોજગાર યુવક-યુવતીઓએ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પાસ થવા માટેના કલાસ પણ જોઇન કર્યા હતા અને હજારો રૂપિયાની ફી ખર્ચી હતી, નોટીફીકેશન ફેબ્રુઆરી-ર૦રરની ૧૮મી તારીખે બહાર પડયુ હતુ અને ર૯ જાન્‍યુઆરીએ પરીક્ષા લેવાઇ તે પહેલા જ પેપર ફૂટવા માટેના સ્‍પેશ્‍યાલિસ્‍ટ ભાજપ સરકારના રાજમાં શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓની ક્રુર મશ્‍કરી કરવામાં આવી હોવાનું હોવાનું રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું.

રવિવારે સવારે ૯.૩૦ વાગ્‍યાથી પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશ મળવાનો હતો અને નજીકના જીલ્લાઓમાં પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશ મળવાનો હતો અને નજીકના જીલ્લાઓમાં પરીક્ષાના કેન્‍દ્રો ફાળવાયા હોવાથી પોરબંદર જીલ્લાના ઉમેદવારોને દ્વારકા અને જામખંભાળિયા સેન્‍ટરમાં ફાળવાયા હતા. સવારે ત્‍યાં સેન્‍ટર ખાતે સમયસર પહોંચવામાં તકલીફ પડે તેવું હોવાથી અનેક ઉમુેદવારો શનિવારે રાત્રે દ્વારકા અને ખંભાળિયા પહોંચી ગયા હતા તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(1:28 pm IST)