Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આદિત્‍યાણાની ગૌશાળાને ચોક ઉદ્યોગના લીઝ ધારકો દ્વારા પાંચ લાખનું દાન

આદિત્‍યાણા,તા.૩૦ :  વ્‍હાઈટીંગ ચોક ઉદ્યોગના પાંચ લિસ્‍ટ હોલ્‍ડરો દ્વારા આદિત્‍યાણા ગૌમાતા માટે ગૌશાળામાં પાંચ લાખનું દાન આપવામાં આવેલ છે. દાન આપતા લીઝ  હોલ્‍ડરો દ્વારા જણાવવામાં આવેલ છે કે સરકારી જમીનમાં અમોને સરકાર દ્વારા લીઝ ફાળવવામાં આવેલ છે લીઝના કારણે જમીનમાં ખાડા હોવાથી એટલું  ચરીયાણ ઘટે છે એટલે અમો ગૌ માતા માટે નિરણપુરા માટે આ દાન આપીએ છીએ ઉપરાંત આ સરકારી જમીનમાંથી અમુક રૂપિયા કમાઈએ છીએ તો અમારી પણ ફરજ બને છે.

 છેલ્લા ત્રણ વર્ષથી આ લીઝ હોલ્‍ડરો ગાય માતા માટે દર વર્ષે પાંચ લાખ એમ કુલ ૧૫ લાખ દાનમાં આપી ચૂકેલ છે. ગામ લોકોએ આભાર માનેલ હતો. આ એક સરાહનીય અને અનુકરણીય પગલું છે ગામેગામ સરકારી જમીનોમાં ચાલતી જુદા જુદા લીઝ ના લીઝ હોલ્‍ડરો આવી રીતે   દાન આપે તો દરેક ગામની ગૌશાળાઓ માટે ફંડનો પ્રશ્‍ન સોલ્‍વ થઈ જાય અને ગાયો માટે ઘાસચાના નો પ્રશ્‍નોના રહે અને લુપ્ત થવા જતી ગાયોની સંખ્‍યામાં વધારો થઈ શકે અને લોકોને ગાયનું દૂધ ખાવા મળી શકે કારણ કે ગાયનું દૂધ ગુણકારી માનવામાં આવે છે.

 

(1:30 pm IST)