Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પોરબંદરઃ જુનીયર કલાર્ક પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા સામે ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા વિદ્યાર્થી પરિષદની માગણી

પોરબંદર તા. ૩૦ :.. જૂનીયર કલાર્ક પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલાઓ તમામને પકડી લઇને તેની સામે ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ માગણી કરી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોની માગણી મુજબ ર૪ કલાકમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં, ર૦ દિવસની અંદર અંદર ના પરીક્ષાઓ લેવા, પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે આવશ્‍યક વ્‍યવસ્‍થાઓ યાત્રા, નિવાસ, ભોજનની વિશેષ જવાબદારી રાજય સરકાર લે. આ પેપર લીંક કૌભાંડ પર સીટની રચના કરવામાં આવે તેમ જણાવાયું છે.

આ કૌભાંડમાં જવાબદાર વ્‍યકિતઓ પર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવે, ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્‍વરિત કડકમાં કડક સજા કરવાવા તેમજ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા તંત્રમાં યોગ્‍ય અધિકારીઓ, શિક્ષણવિદોની ખાલી પડેલ મહત્‍વના પદો પર જલ્‍દી નિયુકિત થવી તેમજ આરોપીઓની પ્રીન્‍ટીંગ પ્રેસ, કોચિંગ, સંપતિની સરકાર હરાજી કરીને દાખલો બેસાડવો જોઇએ તેવી માગણી ઉઠાવીને વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર મારફતે મુખ્‍યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે.

(1:36 pm IST)