Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જુનાગઢમાં ૧૯૭૫માં કટોકટી દરમ્‍યાનના મીસાવાસીઓનું સન્‍માન

જૂનાગઢ : ૧૯૭૫માં કટોકટી દરમ્‍યાન શહેરમાંથી મીસામાં (જેલ)માં ગયેલ મહેન્‍દ્રભાઈ મશરૂ, એમ.એન.લાલવાણી,  નાથાભાઈ મોરી એડવોકેટનું  અધિવકતા પરિષદ તથા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ જુનાગઢ શાખાના ઉપક્રમે સન્‍માન સમારંભ યોજાયો હતો. જેમાં દિપ પ્રાગટય બાદ મીસામાં ગયેલ લોકોનું  પ્રમુખ મહેશ લાખાણી તથા  પ્રો. સુરેશભાઈ ભોય, માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના મેનેજીંગ ડીરેકટર હર્ષદભાઈ મંકોડી,   દિનેશભાઈ ભટળ, ગિરનાર કો. ઓ. સોસાયટીના ગિરીશભાઈ નથવાણી , જેરામ ધમાણી, કમલેશ ધમાણી, તથા એ.ડી. રાવત દ્વારા ત્રણેય મહાનુભાવોનું  સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં જેલમાં અગિયાર માસમાં થયેલા અનુભવો વિશે જાણકારી આપી હતી.  જુનાગઢમાંથી કુલ સતર આગેવાનો મીસામાં ગયેલ જેઓને ભૂજ-ભાવનગર-જૂનાગઢ જેલ માં રાખવામાં આવેલ. હાલ માત્ર ચારથી પાંચ મહાનુભાવો હયાત છે. ઉપરાંત અતિથિ વિશેષ એડવોકેટ  પી.ડી.ગઢવી  તથા પ્રદીપભાઈ ખીમાણીએ પ્રવચન આપી માહિતી આપવા અને સન્‍માન કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. કાર્યક્રમની વ્‍યવસ્‍થા નાથાભાઈ મોરી, મહેશભાઈ લાખાણી,  નિલેશ ભટળ, તથા ધવલ ઝાલાએ કરી હતી. સંચાલન મનોજભાઈ દવેએ  તથા આભારવિધી ધવલ ઝાલાએ કરી હતી. કાર્યક્રમમાં શહેરના વકીલો, આગેવાનો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.(તસ્‍વીર - અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:59 am IST)