Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દામનગર શંકર પરિવાર દ્વારા વૃક્ષારોપણ :

દામનગર :  લાઠી શહેરના વતન પ્રેમી ઉદારતાનું અજવાળું શિવમ જવેલરના મોભી ઘનશ્‍યામભાઈ  શંકર પરિવારના આર્થિક સહયોગથી વળક્ષઉછેરની મુહિમ ચલાવતી સંસ્‍થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ સંકલનથી શહેરના વિવિધ વિસ્‍તારમાં શાષાોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે વળક્ષદેવો ભવ સાથે શિવમ પરિવારના વડીલ દુલાભાઈના વરદહસ્‍તે વળક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અને શિવમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા લાઠી શહેરને જોડતા મુખ્‍ય રસ્‍તા ઓને કાંઠે વળક્ષારોપણનું સુંદર આયોજન કર્યુ હતું વનવિભાગના  પ્રજાપતિ લાઠી નગરપાલિકાના ભરતભાઇ પાડા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ  શહેરની PGVCLના ડેપ્‍યુટી ઈજનેર એવમ સામાજિક સ્‍વૈચ્‍છિક શૈક્ષણિક સંસ્‍થાના સૂત્રધાર ઓની ઉપસ્‍થિતિ માં પર્યાવરણનાં જતન જાળવણી અને લીલી-હરિયાળી લાવવાનાં પ્રેરણાદાયી વળક્ષારોપણ માટે માદરે વતન થી દુરસંદુર હોવા છતાં વતન માટે હંમેશા તત્‍પર ઘનશ્‍યામભાઈ શંકર શિવમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સુંદર વળક્ષારોપણ અભિયાન ચલાવ્‍યું હતું છોડમાં રણછોડના હદયસ્‍પર્શી સંદેશ સાથે વળક્ષની મહતા દર્શવી સંતાન જેમ જ વળક્ષનું જતન જાળવણી કરોનો સુંદર સંદેશ આપ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(12:03 pm IST)