Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભાવનગરમાં ઉંચાકોટડા ચામુંડા માતાજી મંદિર નજીક હીંચકામાં ૩ મહિનાની બાળાને ત્‍યજી દીધી

વડલાની ડાળી ઉપર સાડીનું પારણું બનાવીને નાશી જનાર મહિલાની શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩૦: ભાવનગર જિલ્લાના ઉંચકોટડા ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિર નજીક વડલાની ડાળી પર કપડાંના હીંચકામાં ૩ માસની માસુમ બાળકીને ત્‍યજીને મહિલા નાસી છૂટી હતી. બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરમાં મહુવાના ઉંચકોટડા ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિર નજીક વડલાની ડાળી ઉપર સાડીનું પારણુ બનાવી કોઇ અજાણી મહિલા માત્ર ત્રણ માસની બાળકીને છોડી નાશી ગયા હતા. મંદિર નજીક બનેલા બનાવને કારણે ભક્‍તોમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:08 pm IST)