Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢી બીજે રામદેવજી પ્રભુની પરંપરાગત શોભાયાત્રા

પોરબંદર તા.૨૯: સમસ્ત ખારવા સમાજ દ્વારા આવતી કાલે તા.૧ ના રોજ અષાઢી બીજે રામદેવ પ્રભુજી પરંપરાગત શોભાયાત્રા ખારવા પંચાયત મઢી થી નીકળીને શહેરના મુખ્ય રૃટ ઉપર ફરશે. રામદેવ પ્રભુની પરંપરાગત અષાઢી બીજની શોભાયાત્રામાં ખારવા સમાજના વાડમોર પવનભાઇ તથા પંચ પટેલો આગેવાનો ૩ સ્ત્રીઓ જોડાશે. અષાઢી બીજે શોભાયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને પાલાવાળા ચોક થઇને પરત ખારવા પંચાયત મંદિર પાસે રામદેવ પ્રભુના મંદિરે આવશે અને મહા આરતી કરાશે. શોભાયાત્રા રૃટમાં વેપારીઓ તથા અન્ય સેવાભાવી સંગઠનો દ્વારા સ્વાગત કરાશે.

(2:00 pm IST)