Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પરબધામ પૂ.કરશનદાસબાપુના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ

સત દેવીદાસ... અમર દેવીદાસના જયઘોષઃ લોકો ઉમટી પડયાઃ મહાપ્રસાદની વ્યવસ્થા ૧૦૦ ટ્રેકટરો ગોઠવાયાઃ સંતશ્રી કરશનદાસ બાપુના સાનીધ્યમાં સંતવાણી-રસોઇ ઘરનો ધમધમાટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩૦: સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવનો આજથી પ્રારંભ થયો. સ્વયંસેવકો રસોઇ ઘરમાં મહાપ્રસાદ બનાવવા લાગી ગયા તેની વ્યવસ્થા માટે મહાકાય ટોપમાં બનાવી ટ્રેકટરો ભરવામાં આવશે. આજે રાત્રે મહાઆરતી બપોર બાદ સંતો-મહંતો રાજયના મંત્રીઓ દ્વારા સભ્યો, આગેવાનો વગેરે પરબના પીરના દર્શનાર્થે પધારશે.

કોઇને ખેતર વાડીયુ કોઇને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે નકલંક દેવીદાસ. ૩૫૦ વર્ષ પહેલાની આ પવિત્ર જગ્યાઍ સેવાની ધુણી ધખાવનાર પ.પુ.દેવીદાસ બાપુઍ રકત પીતીયાઓની સેવા ચાકરી કરી તેમને જમાડવાનું શરૂ કરેલ. પોતાની કર્મભુમી પરબ ધામ ખાતે જ જીવતા સમાધી લીધેલ તેની સાથે અમરમાઍં પણ સમાધી લીધેલ. તે દિવસ નિમિતે દર વર્ષે અષાઢી બીજના ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો. જગ્યાના મહંત પુ.કરશનદાસબાપુના સાનીધ્યમાં અનેક વર્ષોથી આ અષાઢી બીજનું આયોજન કરવામાં આવી રહયું છે. ગત રાત્રીના કલાકારોઍ સંતવાણી જયોત જલાવી છે જે આવતીકાલે મોડી રાત સુધી અખંડ રહેશે.  જેમાં સુપ્રસિધ્ધ કલાકારો પોતાની કલા પીરસશે.

આજ સવારથી જ મેળાનો પ્રારંભ થઇ રહયો હોય માનવ મહેરામણ ઉમટી પડયો છે. દર્શન કરવામાં  લાઇનો લાગી છે.

અહિ મંદિરમાં કુલ ૧ર સમાધાઓ આવેલ છે જેમાં દેવીદાસબાપુ અમરમાં કર્મણપીર આદુર્લપીર બાપા  દાદા મેકરણ જસાપીર વરદાન પીર સેલાણી ઓઇ સેવાદાસ બાપુ લક્ષ્મણબાપુ સહિતની સમાધીઓ હોય લોકો દર્શન કરી ધન્ય બની રહ્ના છ.ે

દર્શનાર્થે આવતા દરેક લોકો પ્રસાદી લીધા વગર ન જાય તે આ જગ્યાનું મહત્વ છે ૩પ૦ વર્ષથી પુ.દેવીદાસબાપુઍ શરૂ કરેલ અન્યક્ષેત્ર આજ સુધી અવિરત ચાલુ છે બે વર્ષથી કોરોના કારણે ઉત્સવ બંધ રખાયો હોય આ વર્ષે ફરી આયોજન કરાયુ હોય અંદાજ પ્રમાણે ૧૦ લાખ લોકો લાભ લેશે જેથી તમામની પ્રસાદીની વ્યવસ્થા માટે ટનના હિસાબે શાકભાજી, તેમજ મહાપ્રસાદ બનવાનુ શરૂ થયેલ હોય ૬ ફુટથી વધુ હાઇટ વાળા મોટા ટોપમાં રસોઇ બની રહી છે મહા પ્રસાદ માટે ૧૦૦ જેટલા ટ્રેકટરો ગોઠવવામાં આવેલ છે.

આજ બપોર બાદ સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો રાજયના મંત્રીઓ, દ્વારા સભ્યો, આગેવાનો હાજરી આપશે આ પરબધામ અંગે માહીતી આપતા પુ. કરશનદાસબાપુ કે જેઓ શેષઇ અવતાર છે તેમણે જણાવેલ આ જગ્યા  ઐતીહાસીક છે હજારો વર્ષો પહેલા સરભંગ ઋષીનો આશ્રમ હતો અંહિ વનવાસ દરમ્યાન ભગવાન શ્રીરામ,સીતા, લક્ષ્મણ પણ આવેલ. આ જગ્યામાં કોઇ નાનજાતના ભેદભાવ વીન દરેક લોકો આવે છે

આવતીકાલે સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે.

(1:19 pm IST)