Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભાવનગરના મહુવા અને પાલીતાણામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

શહેરમાં વરસાદ નહીં પડતાં ભાવનગરવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેની પ્રતીક્ષામાં

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર જિલ્લામાં મહુવા અને પાલીતાણામાં દોઢ ઇંચ  વરસાદ પડ્યો છે.  ભાવનગર શહેરમાં આજે પણ મેઘરાજાની મહેર થઇ નથી.
ગોહિલવાડ પંથકના પાલીતાણા મહુવા પંથકમાં આજે વરસાદ પડ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છતાં વરસાદ નહીં પડતાં લોકો નિરાશ થયા છ
ભાવનગર જિલ્લામાં આજે ગુરુવારે સવારના 6 થી સાંજના 6 દરમિયાન  જેસરમાં 1 મી.મી. ,ગારિયાધારમાં 1 મી.મી. અને મહુવામાં 33 મી.મી . અને પાલીતાણામાં 30 મી.મી.વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
વરસાદી માહોલ હોવા છતાં ભાવનગર શહેરમાં વરસાદ નહીં પડતાં ભાવનગરવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેની પ્રતીક્ષામાં છે.

(7:10 pm IST)