Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કોડિનારના આલીદર ગામના વિવાન વાઢેરને આર્થિક મદદરૂપ થવા અપીલ કરતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

એક ભગવાધારી સાધુ ઝોળી ફેલાવી આ બાળકને મદદરૂપ થવા અપીલ કરૂ છું...

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩૦ :. કોડિનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ વાઢેરના સાડા ત્રણ માસના પુત્ર વિવાનને સ્પાઈન મસ્કયુલર એ ટ્રોફી નામની ગંભીર બિમારી થઈ છે. જેને મદદરૂપ થવા કોડિનારના ઘાટવડ અને જૂનાગઢ રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમના મહંત શ્રી અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતીબાપુએ અપીલ કરી છે.

પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે સમગ્ર ગુજરાતની ખમીરવંતી પ્રજાને મારા પ્રણામ અને ગુજરાત દાતારી શૂરવીરતા - સજ્જનતા એની અંદર ભારતની અંદર ગુજરાતનું નામ છે. અમારા વિસ્તાર કોડિનાર આલીદર ગામે એક વિવાન નામના બાળકને ભયંકર બિમારી લાગુ પડી છે તેનો ઈલાજ ભારતમાં નથી, તેના માટે વિદેશથી ઈન્જેકશન મંગાવવુ પડે તેમ છે. જેની અંદાજીત કિંમત રૂ. ૧૬ કરોડ છે તો તેને મદદરૂપ થવા સાધુ તરીકે અપીલ કરૂ છું. ફુલ નહીં તો ફુલની પાંખડી.. પોતાનું બાળક સમજી એક ભેખધારી સાધુ ઝોળી ફેલાવી દાન માટે અપીલ કરૂ છું.

(10:10 am IST)