Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગોંડલ મહીલા કોલેજમાં પાલિકાના માજી પ્રમુખના પતિ અને ચેરમેનના પતિ વચ્ચે ધબડાટી ઃ કોલેજના નામે ફરી નવો વિવાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૩૦ ઃ  હમેંશા વિવાદમાં રહેવાં ટેવાયેલી અત્રેની મહીલા કોલેજ માં ચાલી રહેલી પરીક્ષા દરમ્યાન મહીલા કોલેજનાં ચેરમેનનાં પતિદેવ તથાં માજી પ્રમુખનાં પતિદેવ વચ્ચે 'ઢીસુમ ઢીસુમ' થવાં પામ્યું હોય ચકચાર મચી જવાં પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મહીલા કોલેજમાં હાલ સેમેસ્ટર-૬ની પરીક્ષા ચાલે છે. સવારે કોમર્સની પરીક્ષા ચાલુ હતી ત્યારે નગરપાલિકા નાં માજી મહીલા પ્રમુખ નાં પતિદેવ બટુકભાઈ સાવલીયા વિદ્યાર્થીઓ ને 'મદદ' કરવાં કોલેજ પહોચ્યા હતા.

આ વેળાં કોલેજમાં મહીલા ચેરમેન નાં પતિદેવઙ્ગ ચિરાગભાઇ હાજર હોય તેમણે બટુકભાઈની 'સેવા' અટકાવી કોલેજ બહાર નિકળી જવાં નું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થવાં પામી હતી.એટલુંજ નહીં બન્ને બાથોબાથ આવી જતાં સ્ટાફ દોડી આવ્યો હતો.અને મામલો શાંત પાડ્યો હતો.દરમ્યાન બટુકભાઈએ ચાલતી પકડી હતી પણ બન્ને મહારથીઓની ધબડાટીની ચર્ચા કોલેજ બહાર પહોચી હોય કોઈને કોઈ બાબતે ચર્ચા માં રહેતી મહીલા કોલેજ ફરી ચર્ચાનાં ચકડોળે ચડી હતી. આ અંગે ચેરમેનનાં પતિદેવ ચિરાગભાઇ ધાનાણીને પુછતા તેમણે કહ્યું કે પરીક્ષા ચાલુ હોય વિવાદનાં થાય એટલે બટુકભાઈને ચાલ્યા જવાનું કહેતાં તે ઉશ્કેરાયા હતા.બીજી બાજુ કોલેજનાં મહીલા ચેરમેનનાં પતિદેવની કોલેજમાં સતત હાજરી પણ ચર્ચાનો વિષય બનવાં પામી છે.

 

(3:04 pm IST)