Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીમાં સંસ્થા દ્વારા રવિવારે નજીવા દરે વિવિધ રીપોર્ટ માટે કેમ્પ યોજાશે.

ડિવાઈન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંઈ લેબોરેટરી દ્વારા રિપોર્ટ કેમ્પનું આયોજન

મોરબી :  ડિવાઈન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંઈ લેબોરેટરી દ્વારા તા. ૦૧ ને રવિવારે રીપોર્ટ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં નજીવા દરે શરીરના બધા જ રીપોર્ટ કરી આપવામાં આવશે

મોરબીના વાવડી ખાતે આવેલ સંસ્થાના સાર્વજનિક દવાખાના ખાતે કેમ્પ યોજાશે જેમાં વાવડી ઉપરાંત મોરબીની જનતા પણ લાભ લઇ શકશે કેમ્પમાં આયુષ ડોકટરો અને લેબોરેટરી ટીમ ઉપસ્થિત રહેશે કેમ્પ માં લાભ લેવા ઇચ્છુક લોકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે નો ન. ૯૭૨૬૦૫૯૦૦૦ ૯૮૭૯૨૨૦૨૯૨

(8:58 pm IST)